KuberaNowLogo
Wednesday, 28/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

SSC CHSL 2026 માટે ભરતી જાહેર: 2,536 સરકારી નોકરીની તક

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ CHSL પરીક્ષા 2026 હેઠળ કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આશરે 2,536 ગ્રુપ-C જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો 7 ઑક્ટોબર, 2026ના રાત્રે 11 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

desk@kuberanowPublished On : 8 Sept 2026
SSC CHSL 2026 Exam
SSC CHSL 2026 ExamAI Generated Image

SSCએ 7 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેરાત ક્રમાંક HQ-C1102/5/2026-C-1 હેઠળ ભરતીની સત્તાવાર સૂચના જાહેર કરી છે. ઓનલાઇન અરજીની પ્રક્રિયા પણ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે.

 

પાત્ર ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઇટ અથવા ‘mySSC’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઑક્ટોબર, 2026 છે. ઉમેદવારોએ રાત્રે 11 વાગ્યા પહેલાં અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

 

કઈ જગ્યાઓ માટે થશે ભરતી?

 

આ ભરતી પ્રક્રિયા દ્વારા કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને કચેરીઓમાં નીચેની જગ્યાઓ ભરવામાં આવશે:

 

લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC)

જુનિયર સચિવાલય સહાયક (JSA)

ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)

ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A

 

હાલ આશરે 2,536 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ સંખ્યા અંદાજિત હોવાથી ભરતી પ્રક્રિયા દરમિયાન તેમાં ફેરફાર થઈ શકે છે.

 

કેટલો મળશે પગાર?

 

LDC અને JSA માટે પગાર ધોરણ લેવલ-2 હેઠળ ₹19,900થી ₹63,200 રહેશે. DEO માટે લેવલ-4 મુજબ ₹25,500થી ₹81,100 અને DEO ગ્રેડ-A માટે લેવલ-5 મુજબ ₹29,200થી ₹92,300 સુધીનું પગાર ધોરણ લાગુ પડશે.


SSC CHSL 2026 Exam


શૈક્ષણિક લાયકાત અને ઉંમર

 

ઉમેદવારે માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. 1 ઑગસ્ટ, 2026ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. એટલે કે ઉમેદવારનો જન્મ 2 ઑગસ્ટ, 1999થી 1 ઑગસ્ટ, 2008 વચ્ચે થયેલો હોવો જરૂરી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે.

 

અરજી ફી

 

સામાન્ય, OBC અને EWS વર્ગના પુરુષ ઉમેદવારો માટે અરજી ફી ₹100 છે. મહિલા, SC, ST, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

કેવી રીતે થશે પસંદગી?

 

SSC CHSL 2026ની પસંદગી પ્રક્રિયામાં ટિયર-I અને ટિયર-II કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. સંબંધિત પદ માટે જરૂરી હોય ત્યાં કૌશલ્ય અથવા ટાઇપિંગ કસોટી પણ લેવાશે. અંતે ઉમેદવારોનાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. અરજી કરતી વખતે ઉમેદવારે એક વખતની નોંધણી, અરજીપત્રક ભરવું, જીવંત ફોટો લેવો, સહી અપલોડ કરવી, જરૂરી ફી ચૂકવવી અને અંતિમ અરજીની નકલ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

 

આ પણ વાંચો: Suzlon Energyને મળ્યો 200 MWનો ઓર્ડર, શેરમાં રિકવરી જોવા મળી


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn