KuberaNowLogo
Tuesday, 08/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ખીજડિયા પક્ષી અભયારણ્ય બન્યું બ્લેક-નેક્ડ સ્ટોર્કનું ‘બ્રીડિંગ હબ’

ગીર ફાઉન્ડેશનના અભ્યાસમાં ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કના ચારેય સક્રિય માળામાં સફળ પ્રજનન નોંધાયું છે. ચાર પ્રજનન જોડીએ કુલ 8 બચ્ચાં ઉછેર્યાં અને 100% fledging success નોંધાઈ.

KuberaNow
desk@kuberanowPublished On : 25 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
ખીજડિયા
ખીજડિયા પક્ષી અભયારણ્ય બન્યું બ્લેક-નેક્ડ સ્ટોર્કનું સુરક્ષિત પ્રજનન સ્થળAI GENERATED IMAGE

જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્ક, જેને ગુજરાતીમાં કાળી ડોક ઢોંક તરીકે ઓળખવામાં આવે છે, માટે અત્યંત અનુકૂળ પ્રજનન પરિસ્થિતિ હોવાનું નવા સંશોધનમાં સામે આવ્યું છે. ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનના અભ્યાસમાં નિરીક્ષણ હેઠળના ચારેય માળામાં સફળતાપૂર્વક બચ્ચાં ઉછર્યાં અને કુલ 8 બચ્ચાં નોંધાયા.


320 કલાકથી વધુનું અવલોકન

જુલાઈ 2024થી માર્ચ 2025 દરમિયાન થયેલા અભ્યાસમાં અભયારણ્યના 8 મેનેજમેન્ટ ઝોનમાં 48 સ્થળો પર સર્વે કરવામાં આવ્યો હતો. સંશોધકોએ 320 કલાકથી વધુ સમય સુધી પક્ષીઓના માળા, વર્તન અને રહેઠાણનું નિરીક્ષણ કર્યું.અભ્યાસ દરમિયાન ચાર પ્રજનન જોડીઓ ઉપરાંત પાંચ બિન-પ્રજનન પુખ્ત પક્ષીઓ નિયમિત જોવા મળ્યાં અને કુલ વસ્તી 21થી વધુ નોંધાઈ.


ચારેય માળા ગાંડા બાવળ પર

બ્લેક-નેક્ડ સ્ટોર્કે ચારેય સક્રિય માળા ગાંડા બાવળના વૃક્ષો પર બાંધ્યા હતા. માળાની ઊંચાઈ જમીનથી આશરે 3થી 4.5 મીટર હતી. માળાની આસપાસ 0.3થી 0.7 મીટર ઊંડું છીછરું પાણી, ખુલ્લું જળક્ષેત્ર અને વનસ્પતિ જોવા મળી હતી. આવી પરિસ્થિતિ પક્ષીઓને માછલી, ઉભયજીવી અને અન્ય જળચર જીવો જેવા ખોરાક માટે અનુકૂળ હોવાનું અભ્યાસમાં નોંધાયું.


માતા-પિતા બચ્ચાંની સંભાળમાં સક્રિય

89 નિરીક્ષણોમાં પુખ્ત બ્લેક-નેક્ડ સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહ્યાં. ખોરાક માટે નોંધાયેલી 94% ઉડાનોમાં એક માતા-પિતા માળા પર બીજા પક્ષીનું સ્થાન લેતું જોવા મળ્યું. અભ્યાસ દરમિયાન માળા ત્યજી દેવાની, શિકારી હુમલા અથવા બચ્ચાંના મૃત્યુની કોઈ ઘટના નોંધાઈ નહોતી. ચારેય માળામાંથી બચ્ચાં સફળતાપૂર્વક બહાર આવતાં 100% fledging success નોંધાઈ.


ખીજડિયાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ તારણ

સંશોધન મુજબ છીછરું પાણી, પૂરતો ખોરાક, માળા બાંધવા યોગ્ય વૃક્ષો અને ઓછો માનવીય વિક્ષેપ બ્લેક-નેક્ડ સ્ટોર્કના સફળ પ્રજનન માટે મહત્વપૂર્ણ પરિબળો છે. આ અભ્યાસના તારણો ખીજડિયા પક્ષી અભયારણ્યમાં આવી પરિસ્થિતિઓ જાળવી રાખવા અને આ પ્રજાતિના લાંબા ગાળાના સંરક્ષણ માટે ઉપયોગી બની શકે છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

  1. BSE સેન્સેક્સ 183 પોઇન્ટ અને નિફ્ટી50 126 પોઇન્ટ ઘટ્યા
  2. ફ્લાઈટમાં એક જ ટિકિટના જુદા જુદા ભાવ કેમ? જાણો એરલાઇન કંપનીની સ્ટ્રેટેજી
  3. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  4. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  2. InvIT શું છે? તેમાં રોકાણ કેવી રીતે કરાય?
  3. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  4. ફાયર અને પેરિલ્સ ઇન્શ્યોરન્સ શું છે? જાણો મહત્વ, કવરેજ અને બાકાત બાબતો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM